Uncategorized

પેટ્રોલ ડીઝલ ભરાવતી વખતે ‘0’ અને કિંમત પર નહીં આ આંકડા પર નજર રાખજો, નહીંતર ગેમ થઈ જશે

 

પેટ્રોલ પંપ પર ફક્ત ઝીરો જોઈને ઈંધણ ભરાવો છો તો મોટું નુકસાન થઈ શકે છે. સાથે સાથે આ વસ્તુ પણ ચેક કરવી જોઈએ જે મોટાભાગના લોકોને નથી હોતી ખબર, ઝીરો નહીં જુઓ તો 40-50 રુપિયાનું નુકસાન થશે પરંતુ આ વસ્તુ નહીં જુઓ તો લાખોની ગાડી બગડી જશે.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
આજકાલ બાઈક અને કાર ચાલકો ખૂબ જ જાગૃત થઈ ગયા છે. પોતાના વાહનમાં પેટ્રોલ ડીઝલ પૂરાવતા પહેલા અચૂક ઝીરો જોતા હોય છે. જોકે એક વાત તેઓ ભૂલી જાય છે જે હકીકતમાં ઝીરો ચેક કરવા કરતાં પણ વધુ મહત્વની છે. કારણ કે આ ભૂલ તમને ખૂબ જ મોટું નુકસાન કરાવી શકે છે.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
હવે અહીં એ સવાલ છે કે શું પંપ મશીનના ડીસ્પ્લે પર ઝીરો જોઈ લેવો પૂરતો છે? તો અમે કહીશું ના, આ જીરો જોયા પછી પણ તમે એવી છેતરપિંડીના શીકાર બની શકો છો જેમાં ખૂબ જ મોટું નુકસાન થાય છે અને તમને ખબર પણ પડતી નથી. આ આંકડો એટલે તમારું પેટ્રોલ ડીઝલ કેટલું પ્યોર છે તેનો આંકડો. જે તમને પેટ્રોલ પંપ પર જ જોવા મળી જશે.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
આજે આપણે પેટ્રોલ ડીઝલની શુદ્ધતાને લઈને મહત્વની જાણકારી મેળવીશું. જેથી યોગ્ય માત્રાની સાથે સાથે તમને શુદ્ધ ઈંધણ પણ મળી શકે છે. જે તમારા વાહનની લાઈફ અને તેના એન્જીન માટે ખૂબ જ જરુરી છે. પેટ્રોલ કેટલું શુદ્ધ છે તે તમે પંપ મીટર પર જ જોઈ શકો છો. જોકે મોટાભાગના લોકોને તેની ખબર હોતી નથી.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
પંપ પર પેટ્રોલ-ડીઝલની માત્રા દેખાડતી સ્ક્રીન સાથે તેની ડેન્સિટી દર્શાવતી સ્ક્રીન પણ હોય છે. આ ડેન્સિટી જ પેટ્રોલ કેટલું શુદ્ધ છે તે દર્શાવે છે. સરકારે ફ્યુઅલ ડેન્સિટી માટે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. જેની મદદથી તમે જાણી શકો છો કે પેટ્રોલ ડીઝલ શુદ્ધ છે.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
હવે તમે વિચારી રહ્યા હશો કે આ ડેન્સિટીને કઈ રીતે ચેક કરીશું, તો તમારે આના માટે ક્યાંય જવાની કે કશુ કરવાની જરુર નથી. કારણ કે આ જાણકારી પેટ્રોલ ભરતા મશીન પર જ તમને જોવા મળી જશે. તેમજ મશીનમાંથી આવતી રિસિપ્ટ પર પણ આ જાણકારી આપી હોય છે. જો તેમ છતાં પણ તમે સંતુષ્ટ નથી તો પંપ પર ઉપલબ્ધ ડેન્સિટી જાર દ્વારા તેની તપાસ કરી શકો છો.
your petrol diesel is pure or low quality check how to find in just 1 minutes
ઈંધનની ડેન્સિટીના નિયમ શું છે- દરેક પદાર્થનું એક ઘનત્વ હોય છે. ઈંધણમાં પણ એક ઘનત્વ હોય છે. સરકારે પેટ્રોલ ડીઝલ માટે ડેન્સિટી પ્રમાણ નક્કી કર્યા છે. પેટ્રોલ માટે ડેન્સિટી 730થી 800 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે. જ્યારે ડીઝલ માટે 830થી 900 કિલોગ્રામ વચ્ચે નક્કી કરવામાં આવી છે. જોકે તાપમાનને કારણે આ રેન્જમાં સામાન્ય ફેરફાર હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!