Uncategorized
Trending
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાને લઈને શું છે સરકારનો પ્લાન? લેટેસ્ટ રિપોર્ટમાં આવી ગયું સામે

120 ડોલરે પહોંચેલા ક્રૂડ ઓઈલના ભાવમાં હવે ઘટતા-ઘટતા 70 ડોલરની નજીક આવી ગયા છે. એવામાં લોકોને આશા છે કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરશે. જેના વિશે લેટેસ્ટ રિપોર્ટમાં માહિતી સામે આવી છે.
નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા હતા, 120 ડોલર પ્રતિ બેરલની નજીક. આખી દુનિયામાં ચિંતા હતી. પણ હવે યુદ્ધ શાંત પડવાની આશા છે એટલે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયો છે. એટલે ઘણા લોકોને લાગે છે કે ક્રૂડ સસ્તું થયું તો પેટ્રોલ-ડીઝલ પણ સસ્તું થશ

તાજેતરમાં નાયરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સસ્તું કર્યું છે. મિડલ ઇસ્ટમાં તણાવ વધ્યો ત્યારે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા હતા. હવે સવાલ એ છે કે બીજી કંપનીઓ પણ ભાવ ઘટાડશે કે નહીં?

હાલમાં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી બદલ્યા. પણ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 173 થી 184 રૂપિયા ઘટ્યા છે. દિલ્હીમાં એલપીજીનો ભાવ 3,113 રૂપિયાથી ઘટીને 2,930 રૂપિયા થયો છે. જો કે, ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એટીએફ (એરક્રાફ્ટ ફ્યુઅલ) પણ 5 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. ઘણા એક્સપર્ટ્સનું કહેવું છે કે, ભારત હવે ઇંધણના ભાવને લઈને સારી સ્થિતિમાં છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે. પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા બધા કારણો પર આધાર રાખે છે, જેમ કે રિફાઇનિંગનો ખર્ચ, ફ્રાઇટ ચાર્જ, એક્સચેન્જ રેટ, ટેક્સ અને કંપનીઓનું કમિશન.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટમાં મેક્સવેલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા પછી તેની અસર રિફાઇનરીના ખર્ચ પર દેખાતા 2થી 4 અઠવાડિયા લાગે છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા વિશે જુલાઈના બીજા ભાગથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વાતચીત થઈ શકે છે.

મેક્સવેલે એમ પણ કહ્યું કે, એલપીજી સિલિન્ડરના ભાવ ખાલી ક્રૂડ ઓઇલ પર જ આધાર નથી રાખતા. ઘર વપરાશના ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આંતરરાષ્ટ્રીય એલપીજીના ભાવ અને સરકારની સબસિડીની નીતિ પણ મહત્વની છે.

તેમણે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય મોંઘવારીની સ્થિતિ જોઈને પણ લેવાશે. ઇંધણ સસ્તું થાય તો પરિવહનનો ખર્ચ ઓછો થાય, જેનાથી મોંઘવારી પણ કાબૂમાં રહે. તેમનું માનવું છે કે, જો ખાવા-પીવાની વસ્તુઓની મોંઘવારી કાબૂમાં રહે અને ઊર્જાના ભાવ ઘટે, તો સરકાર સામાન્ય લોકોને રાહત આપવા માટે ઇંધણના ભાવ ઘટાડવા વિશે વિચારી શકે છે

PPAC ના આંકડા મુજબ, 26-27 જૂને ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો ભાવ ઘટીને 68.86 ડોલર પ્રતિ બેરલ થયો, જે માર્ચના ઊંચા ભાવ કરતાં 56% થી વધુ ઓછો છે. આટલું સસ્તું થયું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તરત ઘટ્યા નથી. એનું કારણ એ છે કે જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થયું હતું, ત્યારે સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે ગ્રાહકો પર પૂરો ભાર નાખ્યો ન હતો. હવે કંપનીઓ પહેલા એ નુકસાનની ભરપાઈ કરી રહી છે. એટલે જ ક્રૂડ ઓઇલ સસ્તું થયા પછી તરત પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા નથી થયા. જો કે, ઘણા એક્સપર્ટ્સ કહે છે કે, આવનારા મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ શકે છે.



