Uncategorized
Trending

18 વર્ષના હેકરને સુરત સાયબર ક્રાઇમે કાનપુરથી દબોચ્યો: 121 નકલી APP બનાવી ₹64.50 કરોડની ફ્રોડ, 2928 મોબાઇલ સંપૂર્ણ હેક

Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી APK ફાઇલ ફ્રોડનો માસ્ટરમાઇન્ડ 18 વર્ષિય હેકરને કાનપુરથી ઝડપ્યો, આધાર કાર્ડ-SBI સહિતની નકલી એપ બનાવી ₹64.50 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ.

સુરત: દેશભરમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ વચ્ચે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવી સફળતા મેળવી છે, જેને સમગ્ર દેશમાં ચાલી રહેલા APK આધારિત સાયબર ફ્રોડ સામે મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ઝારખંડના જામતારા સહિત વિવિધ રાજ્યોમાં સક્રિય સાયબર ગેંગોને નકલી APK ફાઇલ બનાવી આપનાર માસ્ટરમાઇન્ડ ડેવલપરને સુરત પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપી પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.
આ મામલે સુરત સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી માત્ર 18 વર્ષ 6 મહિનાનો છે અને માત્ર 11મું ધોરણ પાસ છે. પરંતુ નાની ઉંમરમાં જ તેણે દેશભરના સાયબર ગુનેગારો માટે 121 જેટલી અલગ-અલગ નકલી એપ્લિકેશનો તૈયાર કરી હતી. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ એપ્લિકેશનો દ્વારા દેશભરમાં લગભગ ₹64.50 કરોડની સાયબર છેતરપિંડી કરવામાં આવી છે.

ફરિયાદથી શરૂ થઈ દેશવ્યાપી તપાસ:
મળતી માહિતી મુજબ, આ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને તેના વોટ્સએપ પર પંજાબ નેશનલ બેંકની અધિકૃત એપ હોવાનો ભાસ કરાવતી PNB One.apk નામની ફાઇલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ અજાણતાં જ આ APK ફાઇલ પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી દીધી હતી. ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ મોબાઇલ સંપૂર્ણપણે હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ગુનેગારોએ ફરિયાદીના મોબાઇલ અને બેંકિંગ વિગતોનો કબજો મેળવી પ્રાઇમ કો-ઓપરેટિવ બેંકના ખાતામાંથી યુનિયન બેંકના ખાતામાં અંદાજે ₹3.50 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ ઘટનાની ગંભીરતા સમજી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો.

10 દિવસ સુધી ટેક્નિકલ એનાલિશિસ:
સાયબર નિષ્ણાતો અને આઈટી કન્સલ્ટન્ટની મદદથી PNB One.apkનું લગભગ 10 દિવસ સુધી ઊંડાણપૂર્વક ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું. ડિજિટલ ટ્રેલના આધારે આખરે APK ડેવલપરનું લોકેશન કાનપુર હોવાનું સામે આવ્યું. ત્યારબાદ સુરત પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને કાનપુરની એક હોટેલમાંથી આરોપી રોહિત વિરેન્દ્રસિંઘ સાક્યને ઝડપી પાડી સુરત લાવવામાં સફળ રહી છે.

16 વર્ષની ઉંમરે હેકિંગ:
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોહિત સાક્ય મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના નાગલા પટવારિયાન ગામનો રહેવાસી છે. તે માત્ર 16 વર્ષની ઉંમરથી સાયબર ગુનેગારો માટે નકલી બેંકિંગ એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. તે ઝારખંડના જામતારામાં બેઠેલી વિવિધ ગેંગોની જરૂરિયાત મુજબ અલગ-અલગ બેંકો, સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓના નામે APK ફાઇલો તૈયાર કરતો હતો.

સબ્સ્ક્રિપ્શન મોડલ પર વેચાતી એપ્લિકેશનો:
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે રોહિત સાક્ય દરેક ગેંગને માત્ર એક એપ વેચતો નહોતો, પરંતુ માસિક સબ્સ્ક્રિપ્શન મોડલ પર સેવા આપતો હતો. પ્રથમ મહિને એક એપ્લિકેશન માટે ₹10 હજારથી ₹15 હજાર સુધી વસૂલવામાં આવતા હતા અને ત્યારબાદ દર મહિને રિન્યુઅલ ચાર્જ પણ લેવામાં આવતો હતો. તે બે અલગ એપ્લિકેશન તૈયાર કરતો હતો. એક APK ભોગ બનનારના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવવા માટે. બીજી એડમિન એપ્લિકેશન ગેંગના સભ્યો માટે, જેના દ્વારા હેક થયેલા મોબાઇલનો સંપૂર્ણ એક્સેસ મેળવી શકાતો હતો.

Career Guidance Computer Science vs Electrical and Mechanical Engineering asm
દેશભરમાં ફેલાવ્યો સાયબર જાળ:
પોલીસના ડિજિટલ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આરોપીએ અત્યાર સુધી કુલ 121 APK ફાઇલો વિકસાવી હતી. આ એપ્લિકેશનો વિવિધ બેંકો, સરકારી યોજનાઓ અને કંપનીઓના નામે તૈયાર કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે—SBI, PNB, ICICI Bank, Union Bank, UCO Bank, IndusInd Bank, HSBC, Bandhan Bank, Federal Bank, RTO Challan, Aadhaar, PM Kisan, DMart, Big Basket, Hospital, Customer Care, American Express, સહિત અનેક નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
CBSE OSM Controversy Three youth who came to light
ચોંકાવનારા આંકડા સામે આવ્યા:
તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. કુલ 121 APK એપ્લિકેશનો તૈયાર કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે દેશભરમાં 21,672 મોબાઇલમાં આ એપ ઇન્સ્ટોલ થઈ ચૂકી છે. તેમાંથી 2,928 મોબાઇલ સંપૂર્ણપણે હેક કરવામાં આવ્યા છે. આ હેકિંગ થકી કુલ 54,094 બેંક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. અંદાજે ₹64,38,48,837.60 (લગભગ ₹64.50 કરોડ)ની છેતરપિંડી આચરવામાં આવી છે. સૌથી વધુ નુકસાન RTO ચલણના નામે બનાવવામાં આવેલી APK દ્વારા થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ SBI અને PNBના નામે તૈયાર કરાયેલી એપ્લિકેશનોનો સૌથી વધુ ઉપયોગ થયો હતો.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન ‘મ્યુલ હન્ટ’ દરમિયાન સાયબર ગુનેગારો વિરુદ્ધ મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં કાર્યરત નેટવર્ક સાયબર ઓફ એક્સેલેન્સને ખાસ ઝુંબેશ દરમિયાન બે અલગ-અલગ ગેંગ સામે મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. આ ગેંગ દ્વારા કરવામાં આવેલા સાયબર ફ્રોડના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના પરિપ્રેક્ષ્યમાં આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ રીતે કામ કરતી ગેંગ:
પોલીસના જણાવ્યા મુજબ ગેંગની કામગીરી અત્યંત વ્યવસ્થિત હતી. સૌપ્રથમ ગેંગના સભ્યો વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા દ્વારા ભોગ બનનારને નકલી APK ફાઇલ મોકલતા હતા. ફાઇલ પર બેંક, KYC અપડેટ, RTO ચલણ, સરકારી યોજના, ગ્રાહક સેવા, ગ્રોસરી એપ અથવા અન્ય વિશ્વસનીય સંસ્થાનું નામ લખેલું હોવાથી લોકો વિશ્વાસ કરીને તેને ઇન્સ્ટોલ કરી દેતા હતા.
એકવાર એપ ઇન્સ્ટોલ થતાં જ તે મોબાઇલના SMS, Contacts, Call Logs, ફોટો ગેલેરી અને બેંકિંગ સંબંધિત માહિતીનો એક્સેસ મેળવી લેતી હતી. પછી ગુનેગારો OTP, બેંક વિગતો અને પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને પૈસા મ્યુલ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરતા હતા. બાદમાં આ રકમ રોકડમાં રૂપાંતરિત કરીને CDM મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી જેથી ગેંગના મુખ્ય સભ્યો સુધી પૈસા સરળતાથી પહોંચી શકે.

લેપટોપ અને મોબાઇલ જપ્ત:
પોલીસે આરોપી પાસેથી 2 મોબાઇલ ફોન, 1 લેપટોપ, જપ્ત કરીને ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. આશંકા છે કે તપાસ દરમિયાન દેશભરમાં કાર્યરત અન્ય ગેંગો અને અનેક આરોપીઓના નામ પણ સામે આવી શકે છે. જોકે હાલ તો આખા દેશમાં ફેલાયેલ સાયબર ક્રાઈમની માયાજાળનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કરતા આ માત્ર 18 વર્ષના છોકરાએ કરેલા કારનામાના ચર્ચા ચારેય બાજુ થઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!