Uncategorized
Trending

સુરતમાં હચમચાવતી ઘટના! 11 વર્ષના કિશોરના ખભામાંથી ઘૂસીને મોઢામાંથી આરપાર નીકળ્યો સળિયો; ડોક્ટરો પણ ચોંકી ગયા

સુરતમાંથી રૂંવાડા ઉભા કરી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં શહેરના ઉન વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પાસે એક 11 વર્ષનો સગીર રમી રહ્યો હતો, રમતાં-રમતાં અચાનક સગીરનો પગ લપસતા તે નીચે પડ્યો હતો. આ દરમિયાન એક સળિયો ખભાથી ગળા સુધીના ભાગમાં આરપાર નીકળી ગયો હતો.

Surat News: સુરતમાંથી રૂંવાડા ઉભા કરી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં શહેરના ઉન વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પાસે એક 11 વર્ષનો સગીર રમી રહ્યો હતો, રમતાં-રમતાં અચાનક સગીરનો પગ લપસતા તે નીચે પડ્યો હતો. આ દરમિયાન એક સળિયો ખભાથી ગળા સુધીના ભાગમાં આરપાર નીકળી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી કોઈએ સળિયો શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો નહોતો. સ્થાનિક લોકો દ્વારા ઘણી તકેદારી રાખીને સળિયાનો બહારનો ભાગ કાપવામાં આવ્યો હતો, જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

2 માળની બિલ્ડિંગની છત રમતો હતો નાવીદ

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો શહેરના ઉન વિસ્તારમાં 11 વર્ષનો નાવીદ મદરેસાની 2 માળની બિલ્ડિંગની છત પર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાના કારણે તેનો પગ લપસી ગયો અને સીધો બાજુની બાંધકામ સાઇટ પર પટકાયો હતો. જ્યાં ઊભા રાખેલા લોખંડના પિલરનો સળિયો તેના શરીરમાં અંદર ઘૂસીને આરપાર નીકળી ગયો હતો.
   નીચે પટકાતા સળિયો ઘૂસી ગયો
આ ઘટનાને પગલે આસપાસના લોકો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી કોઈએ સળિયો શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો નહીં. સ્થાનિક લોકોએ સાવધાનીથી સળિયાનો બહારનો ભાગ કાપી નાખ્યો અને નાવીદને તરત જ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે પણ સળિયાનો એક ભાગ તેના શરીરમાં ફસાયેલો હતો. ખભાથી ગળા સુધી સળિયો આરપાર થયેલી હાલત જોઈને હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પણ ચોંકી ઊઠ્યા હતા.
તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો

નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ નાવીદની હાલત જોઈને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સળિયો કયા ભાગમાંથી પસાર થયો છે અને અંદરના મહત્ત્વના અંગો કોઈ નુકસાન થયું છે કે નહીં, તે જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં નાવીદની હાલત સ્થિર છે, પરંતુ શરીરના સંવેદનશીલ ભાગમાં સળિયો આરપાર થવાને કારણે તેની સતત નજર હેઠળ રાખવામાં આવી રહી છે. ડોક્ટરો ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે, જેથી સળિયો સુરક્ષિત રીતે કાઢી શકાય અને વધુ ઈજા ન થાય.

ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે તબીબો

હાલ નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ કિશોરની સારવાર અને ઓપરેશનની તૈયારીઓ કરી રહી છે. ઓપરેશન પછી જ ઈજાની સાચી ગંભીરતા અને કિશોરની પૂર્ણ હાલત વિશે વધુ સ્પષ્ટતા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!