Uncategorized
Trending
સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ એક રેગિંગની ફરિયાદથી તંત્ર એલર્ટ: સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરોને હેરાનગતિનો આક્ષેપ

રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગના મુદ્દે સિવિલ હોસ્પિટલનું તંત્ર પહેલેથી જ એલર્ટ છે. આવી સ્થિતિમાં સર્જરી વિભાગમાંથી મળેલી નનામી અરજીને તંત્રએ ગંભીરતાથી લીધી હતી.
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગના મુદ્દે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સર્જરી વિભાગમાંથી ડીનને મળેલી એક નનામી અરજીને પગલે ફરી એકવાર રેગિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નનામી અરજીમાં રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું વધુ ભારણ, રજા નહીં મળવી, અભ્યાસમાં મુશ્કેલી અને સિનિયર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવા અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
નનામી અરજીથી ખળભળાટ
મળતી માહિતી મુજબ, ગત 27 ઓગસ્ટની સાંજે સુરત સિવિલ હોસ્પિટલના ડીન કાર્યાલયને સર્જરી વિભાગને લગતી નનામી અરજી મળી હતી. અરજીમાં રેસિડેન્ટ ડોક્ટરોને વધુ કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ રજા મળતી ન હોવા અને કામના ભારણના કારણે અભ્યાસ પર અસર થતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સિનિયર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવ્યા હતા. રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગના મુદ્દે સિવિલ હોસ્પિટલનું તંત્ર પહેલેથી જ એલર્ટ છે. આવી સ્થિતિમાં સર્જરી વિભાગમાંથી મળેલી નનામી અરજીને તંત્રએ ગંભીરતાથી લીધી હતી.
એન્ટી રેગિંગ કમિટી સક્રિય
ફરિયાદ મળતાની સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને જવાબદાર તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. નનામી અરજી મળતા એન્ટી રેગિંગ કમિટી સક્રિય ફરિયાદની ગંભીરતા જોતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાતચીત તેમજ વિભાગની કામગીરી અને સિનિયર-જુનિયર વચ્ચેના વ્યવહાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં સમગ્ર મામલાની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કમિટી દ્વારા તપાસ બાદ હાલમાં રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
સિવિલ તંત્રએ શું જણાવ્યું?
રેસિડેન્ટ ડોક્ટરમાં એક પ્રકારનો ડર હોવાની વાત સિવિલ તંત્રના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે રેસિડેન્ટ ડોક્ટરોમાં એક પ્રકારનો ડર અથવા અસ્વસ્થતા હોવાનું જણાયું હતું. જોકે, અધિકારીઓ સાથેની બેઠક અને ચર્ચા બાદ સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું તંત્રનું કહેવું છે. સંબંધિત સમસ્યાઓ અંગે જરૂરી સમજણ અને ચર્ચા કરીને મામલાનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજા, કામના ભારણ અને અભ્યાસને લઈને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને પણ તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું યોગ્ય વિતરણ થાય અને તેમની શૈક્ષણિક કામગીરીને અસર ન થાય તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગ મુદ્દે ખાસ સતર્કતા
હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગ મુદ્દે ખાસ સતર્કતા સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ રેગિંગ અને રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક સ્થિતિનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે. આ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની ફરિયાદો અને તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ જ કડીમાં સર્જરી વિભાગમાંથી મળેલી નનામી અરજીને પગલે તંત્રએ કોઈ વિલંબ કર્યા વગર કાર્યવાહી શરૂ કરી હતી. નનામી અરજી હોવા છતાં તેની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી અને ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટીને પણ મામલાથી માહિતગાર કરવામાં આવી હતી. કમિટીનો દાવો: રેગિંગના પુરાવા મળ્યા નથી મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ એન્ટી રેગિંગ કમિટીએ પ્રાથમિક રીતે સ્પષ્ટ કર્યું છે કે રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાના કોઈ પુરાવા હાલ મળ્યા નથી. જોકે, ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા કામના ભારણ, રજા અને અભ્યાસને લગતા મુદ્દાઓને તંત્રએ અવગણ્યા નથી. હવે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર રેસિડેન્ટ ડોક્ટરો સાથે સંકલન રાખીને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની દિશામાં આગળ વધશે.
રેસિડેન્ટ ડોક્ટરો કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો યોગ્ય માધ્યમથી ફરિયાદ કરી શકે તે માટે પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન નિમેષ વર્મા દ્વારા પણ બેઠક અને ફરિયાદ અંગે માહિતી આપવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે રેસિડેન્ટ ડોક્ટરોની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી છે અને હાલમાં રેગિંગના આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળ્યા નથી. સુરત સિવિલ હોસ્પિટલમાં હર્ષ પંડ્યાની ઘટનાના થોડા સમય બાદ ફરી એકવાર નનામી ફરિયાદ સામે આવતા તંત્રની કામગીરી પર પણ નજર રહેશે. હવે આગામી દિવસોમાં રેસિડેન્ટ ડોક્ટરોના કામના ભારણ, રજા અને સિનિયર-જુનિયર વચ્ચેના સંકલન અંગે હોસ્પિટલ તંત્ર શું પગલાં લે છે તે મહત્વનું બની રહેશે. બાઈટ: નિમેષ વર્મા – ઇન્ચાર્જ ડીન, સુરત નવી સિવિલ હોસ્પિટલ


