Uncategorized
Trending
35,000 રૂપિયાની કિંમતનું આ સ્કૂટર ખરીદી લો! ચલાવવા માટે લાઈસન્સ કે નંબરપ્લેટની નથી જરૂર

જો તમે પણ 60,000થી ઓછાના બજેટમાં એક વિશ્વાસપાત્ર અને સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો, તો Komaki X-One, Deltic Costa અને Yulu Wynn જેવા મોડલ તમારા માટે બહુ જ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. આવો તેના વિશે જાણીએ.
નવી દિલ્હીઃ પેટ્રોલની વધતી કિંમતો અને રોજબરોજની નાની મુસાફરીની જરૂરિયાતો વચ્ચે ઓછા બજેટવાળા ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. ખાસ વાત એ છે કે, ભારતમાં કેટલાક લો-સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર એવા પણ ઉપલબ્ધ છે, જેને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાયસન્સની પણ જરૂર નથી અને ન તો RTO રજિસ્ટ્રેશનની જરૂર છે. આ સ્કૂટર 25 કિ.મી./કલાક સુધીની મહત્તમ ઝડપના નિયમ હેઠળ આવે છે.

તેનાથી સ્ટૂડેન્ટ, સીનિયર સિટીઝન, મહિલાઓ અને શહેરની અંદર નજીકની જગ્યાઓ સુધી અવર-જવર માટે તે બહુ જ સુવિધાજનક વિકલ્પ છે. ઓછી કિંમત, ઓછું મેઈન્ટેનેન્સ અને સરળ ચાર્જિંગના કારણે આ સસ્તા સ્કૂટર ઝડપથી પોપ્યુલર થઈ રહ્યા છે. જો તમે પણ 60,000થી ઓછાના બજેટમાં એક વિશ્વાસપાત્ર અને સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો, તો Komaki X-One, Deltic Costa અને Yulu Wynn જેવા મોડલ તમારા માટે બહુ જ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. આવો તેના વિશે જાણીએ.

Komaki X-One- આ સ્કૂટર ઓછા બજેટવાળા લોકો, ખાસકરીને વિદ્યાર્થીઓ અને સીનિયર સિટીઝન્સ માટે એક યોગ્ય વિકલ્પ છે. તેની કિંમત 35,000 રૂપિયાથી શરૂ થાય છે. જેનાથી તે બજારના સૌથી સસ્તા સ્કૂટરોમાંથી એક છે. આમાં કંપનીએ ગ્રાફિન બેટરીનો ઉપયોગ કર્યો છે, જે તેને સસ્તુ બનાવવાની સાથે-સાથે ટકાઉ પણ બનાવી રાખે છએ.

આ લો-સ્પીડ સ્કૂટર એક વખતમાં ફુલ ચાર્જ થવા પર 60 કિલોમીટરથી વધારેની રેન્જ આપી શકે છે. તેની મહત્તમ ઝડપ 25 કિલોમીટર/કલાક છે, જેના કારણે તેને ચલાવવા માટે તમારે કોઈ દસ્તાવેજી કાર્યવાહી કરવાની જરૂર પડતી નથી. રોજ શાકભાજી લાવવા કે નજીકના બજાર અથવા સ્કૂલ કોલેજ જવા માટે આ બહુ જ યોગ્ય છે.

આ તે ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે ઓછી કિંમતમાં એક મજબૂત અને સ્ટાઈલિશ નો-લાઈસન્સ સ્કૂટર ઈચ્છે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતી કિંમત લગભગ 49,868 રૂપિયા છે. તે વજનમાં ઘણું હલકું અને ચલાવવામાં સરળ છે. જેના કારણે મહિલાઓ અને સીનિયર સિટીઝન્સ સરળતાથી ટ્રાફિકમાં ચલાવી શકે છે. આ સ્કૂટરમાં ગ્રાહકો તેમની પસંદ અને બજેટ અનુસાર 48 વોલ્ટ લીડ એસિડ અને 60 વોલ્ટ લિથિયમ-આયન બેટરી બંને વિકલ્પ મળે છે. આ સ્કૂટર એક વખતમાં ચાર્જ થવા પર 70 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેની ઝડપ 25 કિલોમીટર/કલાકથી ઓછી હોવાના કારણે RTO નંબરપ્લેટની જરૂર નથી.

Yulu Wynn- આ શહેરી વિસ્તારોમાં ટૂંકું અંતર કાપવા માટેનું એક અત્યંત યુનિક અને કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, જેને મુખ્ય રૂપથી પર્સનલ કમ્યુટ (વ્યક્તિગત મુસાફરી) માટે બનાવવામાં આવ્યું છે. આની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹55,555થી શરૂ થાય છે. આની ચાવી વગરની (Keyless) એન્ટ્રી અને કોમ્પેક્ટ ડિઝાઇનના કારણે આને સાંકડી ગલીઓમાં ચલાવવું અને પાર્ક કરવું ખૂબ જ સરળ બને છે.

આ સ્કૂટરમાં આપવામાં આવેલી લિથિયમ-આયન બેટરી સ્વેપેબલ (બદલી શકાય તેવી) ટેક્નોલોજી સાથે આવે છે, જેને તમે ઘરે પણ સરળતાથી ચાર્જ કરી શકો છો. યુલુ વિન (Yulu Wynn) સિંગલ ચાર્જમાં લગભગ 68 કિલોમીટરની રેન્જ આપે છે અને તેની મહત્તમ ઝડપ 25 કિમી/કલાક છે. ટૂંકા અંતરે ઓફિસ જતા લોકો માટે આ પેટ્રોલનો એક સારો અને સસ્તો વિકલ્પ સાબિત થાય છે.



