Uncategorized
Trending

વિરામ પૂર્ણ, ગુજરાતને ઘમરોળવા મેઘરાજા ફરી તૈયાર; 72 કલાકમાં બદલાશે હવામાન, ઓગસ્ટના આ 5 દિવસ મેઘતાંડવની અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel rain forecast: ગુજરાતમાં વરસાદી વિરામ બાદ હવે ફરી એકવાર મેઘમહેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી અને નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 72 કલાકમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે અને 11થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટથી જ રાજ્યના વાતાવરણમાં ફેરફાર શરૂ થઈ ગયો છે. આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે. ખાસ કરીને 9, 10 અને 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો જેવા કે પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાય તેવી પણ સંભાવના છે.

ambalal patel rain forecast gujarat weather change heavy rain 11 to 15 august
11 અને 12 ઓગસ્ટના દિવસો દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ રહેવાનો અંદાજ છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 4થી 6 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, 15 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સતત વરસાદી ઝાપટાં ચાલુ  રહેશે.
ambalal patel rain forecast gujarat weather change heavy rain 11 to 15 august
માત્ર ઓગસ્ટના મધ્યમાં જ નહીં, પરંતુ ઓગસ્ટના ઉત્તરાર્ધ અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. અંબાલાલ પટેલે 17થી 19 ઓગસ્ટ, 23 ઓગસ્ટ પછી, ઓગસ્ટના અંતમાં તેમજ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ફેરફાર સાથે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને પણ સાવચેત રહેવા સંકેત આપ્યા છે.
ambalal patel rain forecast gujarat weather change heavy rain 11 to 15 august
તેમણે ઉમેર્યું હતું કે, ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જનના તહેવારો દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, તેમણે નાગરિકોને વરસાદ અંગેની આખરી અને સત્તાવાર વિગતો માટે હવામાન વિભાગની સત્તાવાર માહિતી પર નિર્ભર રહેવાની સલાહ પણ આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!