Uncategorized
Trending

ભયાનક અકસ્માતઃ બાળકોને સ્કૂલે લઈ જતી વાનને ટ્રેને મારી ટક્કર, 2 બાળકો સહિત 3 લોકોના મોત

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આજે શુક્રવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આજે શુક્રવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. આ અકસ્માત મુર્શિદાબાદના બહરામપુર વિસ્તારમાં સવારે 7 વાગ્યે સર્જાયો હતો, જ્યારે વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ વાનને કર્ણસુબર્ણા રેલવે ક્રોસિંગ પર ટ્રેને ટક્કર મારી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, રેલવે ક્રોસિંગ ખુલ્લું હતું, જેથી સ્કૂલ વાન તેને પાર કરી રહી હતી. આ દરમિયાન એક પેસેન્જર ટ્રેને તેને ટક્કર મારી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, રેલવે ફાટક ખુલ્લું હોવાથી એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વાન અને એક સાઇકલ સવારે રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન ટ્રેને સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી દીધી હતી.

સ્થાનિકોએ બાળકોને વાનમાંથી બહાર કાઢ્યા

ટ્રેનની ટક્કર બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને વાનમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને પહેલા કર્ણસુબર્ણા બ્લોક હોસ્પિટલ લઈ જવાયા, ત્યારબાદ તેમને બરહામપુરના મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં વાનના ચાલક અને રેલવાના અધિકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે, ગેટમેનની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો છે.

રેલવેએ તપાસ શરૂ કરી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને RPFની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ શરૂ કરી છે. પૂર્વ રેલવેએ અકસ્માતનું કારણ જાણવા માટે એક સ્પેશિયલ ટીમને ઘટના સ્થળે મોકલી છે, જેમાં એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ગેટમેન પોતાની પોસ્ટ પરથી કેમ ગાયબ હતો? અકસ્માતનું અસલી કારણ શું છે?
અધિકારીઓએ જણાવ્યું કે કટવાથી આશરે 48 કિલોમીટર દૂર કર્ણસુબર્ણા સ્ટેશન પાસેના કર્ણસુબર્ણા ફાટક પર સ્કૂલના બાળકોને લઈ જતી વાન રેલવાના પાટા પાર કરી રહી હતી, ત્યારે એક લોકલ ટ્રેને વાનને ટક્કર મારી હતી. ઘટનાના કારણની તપાસ માટે 10 લોકોની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે આવી માહિતી છે કે અકસ્માતના સમયે સમપાર ફાટક ખુલ્લું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!