Uncategorized
Trending
પાલનપુરની ખરોડિયા ચોકડી પાસે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

બનાસકાંઠાના પાલનપુરની ખરોડિયા ચોકડી નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકોની ઓળખ તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.



