Uncategorized
Trending
બાળકોની સામે પત્નીની ગોળી મારી હત્યા! બેંક કર્મચારી પતિ ફરાર, 9 વર્ષના દીકરાએ મામાને વીડિયો કોલ કરી કહી આખી વાત

પૂર્ણિયા જિલ્લાના રેણુ નગરમાં રવિવારે રાત્રે એક બેંક કર્મચારીએ શિક્ષિકા પત્ની સાથે ઝઘડો થયા બાદ તેની ગોળી મારીને હત્યા કરી નાખી અને પછી ફરાર થઈ ગયો. બેંક કર્મચારીએ આ ઘટનાને પોતાના બે બાળકોની સામે અંજામ આપ્યો હતો.
Teacher Shot Dead: પૂર્ણિયા જિલ્લાના રેણુ નગરમાં રવિવારે રાત્રે એક બેંક કર્મચારીએ શિક્ષિકા પત્ની સાથે ઝઘડો થયા બાદ તેની ગોળી મારીને હત્યા કરી નાખી અને પછી ફરાર થઈ ગયો. બેંક કર્મચારીએ આ ઘટનાને પોતાના બે બાળકોની સામે અંજામ આપ્યો હતો. આ પછી 9 વર્ષના દીકરાએ પોતાના મામાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી. મૃતકની ઓળખ શાલિની (ઉં.વ 34) તરીકે થઈ છે, જ્યારે પતિની ઓળખ રાજકુમાર યાદવ તરીકે થઈ છે, જે પૂર્ણિયામાં કૉપરેટિવ બેંકમાં નોકરી કરે છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, શાલિની અને રાજકુમારની વચ્ચે અલગ-અલગ કારણોથી ઘણીવાર ઝઘડા થતાં હતા. રવિવારની સાંજે પણ બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું કારણ જમીન હતી, જેને રાજકુમાર અને શાલિનીએ મળીને ખરીદી હતી. રાજકુમાર જમીનમાં રોકાણ કરેલા પોતાના ભાગના પૈસા શાલિની પાસેથી પાછા માગી રહ્યો હતો, જ્યારે શાલિની આ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી રહી હતી. રવિવારે સાંજે બંને વચ્ચે ઝઘડો વધ્યો, રાજકુમારે બાળકોની સામે જ પત્ની શાલિનીને માર માર્યો. પ્રત્યક્ષદર્શી મોટા દીકરાએ જણાવ્યું કે, જતા-જતા પપ્પાએ કહ્યું હતું કે આજે કહાની જ ખતમ કરી નાખીશ.
દીકરાએ વીડિયો કોલ કરીને મામાને બધું જણાવ્યું
પત્ની શાલિનીને માર માર્યા બાદ રાજકુમાર ગુસ્સામાં ઘરેથી બહાર જતો રહ્યો હતો. જે બાદ રાત્રે લગભગ 8 વાગ્યા બાદ જ્યારે તે ઘરે પરત આવ્યો, ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જ્યારે શાલિની રસોઈ બનાવી રહી હતી. રાજકુમારે બાળકોની સામે જ શાલિનીને ગોળી મારી દીધી અને પછી ફરાર થઈ ગયો. આ પછી મોટા દીકરાએ પોતાના મામા વિક્રમ આનંદને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે પપ્પાએ મમ્મીને ગોળી મારી દીધી. આ દરમિયાન શાલિની જમીન પર પડી હતી.
જમીનના વિવાદમાં હત્યા
મૃતકના ભાઈ વિક્રમ આનંદે જણાવ્યું કે, બહેને વીડિયો કોલમાં જણાવ્યું કે જીજાજીએ ઝઘડો કર્યો હતો અને મારવાની ધમકી આપી હતી. પછી સાંજે ઘરેથી બહાર જતા રહ્યા હતા. વિક્રમ આનંદે જણાવ્યું કે, રાત્રે જ્યારે મેં વીડિયો કોલ કર્યો હતો, ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. ભાણાએ કહ્યું હતું કે મમ્મી રસોઈ બનાવી રહી છે. થોડીવાર બાદ ભાણાનો વીડિયો કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે, મામા, પપ્પાએ મમ્મીને ગોળી મારી દીધી, મારી બહેન જમીન પર પડી હતી. પાડોશીઓનું કહેવું છે કે, અમને જ્યારે ખબર પડી કે ગોળી મારી દીધી છે. તેથી અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.



