Uncategorized
Trending

સગીરાનું અપહરણ કરી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, 6 મહિના બાદ વીડિયો વાઇરલ થયો; મહુવાની શર્મસાર કરતી ઘટના

ભાવનગરના મહુવામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો સામે આવ્યો. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી 2ની અટકાયત કરી.

ભાવનગર: જિલ્લાના મહુવા પંથકમાં આશરે છ મહિના પહેલાં બનેલી એક અત્યંત ગંભીર અને શર્મસાર ઘટના સામે આવી છે. સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ કૃત્યનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. દસેક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં આ આપત્તિજનક વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે મહુવા ટાઉન પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ 3 આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહુવા શહેરમાં રહેતી સગીરા છ મહિના પહેલાં પોતાના ઘરેથી નીકળી હતી. એ વખતે નિકુંજ રમેશભાઈ જોળીયા નામનો યુવક તેને પોતાની મોટરસાયકલ પર બેસાડીને મહુવાના વાલ્મિકી વાસમાં આવેલા તિલક શંકરભાઈ મહીડાના ઘરે લઈ ગયો હતો. ત્યાં અક્ષય રાજુભાઈ ગોહિલ પણ અગાઉથી હાજર હતો.
મકાન પર પહોંચ્યા બાદ નિકુંજ અને તિલક અગાસી પર ગયા હતા, જે દરમિયાન અક્ષય ગોહિલે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ જ સમયે તિલક નીચે આવ્યો હતો અને મકાનની બારીમાંથી દુષ્કર્મની આખી ઘટનાનો વીડિયો મોબાઈલમાં કંડારી લીધો હતો. આ આપત્તિજનક વીડિયો દસેક દિવસ પહેલાં તિલકના મિત્ર વર્તુળ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સગીરાના પરિવારે હિંમત દાખવી મહુવા ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો.
સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અક્ષય ગોહિલ, તિલક મહીડા અને નિકુંજ જોળીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અક્ષય ગોહિલ અને વીડિયો ઉતારનાર તિલક મહીડાની અટકાયત કરી લીધી છે, જ્યારે ફરાર નિકુંજ જોળીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!